Gujarati Quote in Poem by હર્ષા દલવાડી તનુ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*જૂની સાડી*

સાડી જૂની જોઈ કબાટમાં આજ રોઈ લીધું,
વિટોડી એ કાપડ મા ની છબી જોઈ રોઈ લીધું.

હાથમાં એ સ્પર્શ કરી અંગે અંગમાં સ્ફુરી લીધું
સાડી જૂની જોઈ કબાટમાં આજ રોઈ લીધું.

હતી ત્યારે દરરોજ વખોડી બોલી લીધું,
સાડી જૂની જોઈ કબાટમાં આજ રોઈ લીધું.

હસતા હસતા એણે હમેશાં કડવું પી લીધું,
સાડી જૂની જોઈ કબાટમાં આજ રોઈ લીધું.

મમતા એણે વરસાવી ' તનુ ' તે માની લીધું,
સાડી જૂની જોઈ કબાટમાં આજ રોઈ લીધું.

©️ હર્ષા દલવાડી' તનુ '
જામનગર

🙏 દરેક મા ને સમર્પિત 🙏

Gujarati Poem by હર્ષા દલવાડી તનુ : 111931375
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now