સત્યથી દૂર કદી કોઈ આભાસ થાય છે.
જે નથી તે બતાવવાનો પ્રયાસ થાય છે.
ભરશિયાળે પણ રેબઝેબ થઈ જવાય,
અકારણ મેણાંટોણાંને ઉપહાસ થાય છે.
ધરતીનાદેવ તો સાવ વિસરાઈ જાયને,
પૂજનઅર્ચન વસનારા આકાશ થાય છે.
મરામત કરી અમે મનના દર્દની કેટકેટલી,
દિલદર્દનો ક્યાં કોઈને કદી ભાસ થાય છે?
પૂજ્યા પથ્થરોને ઝાડવાંઓ પણ કેટલાં,
વૃક્ષવિનાશે પર્યાવરણ જાણે લાશ થાય છે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.