કેટલી અજીબ વાત કહેવાય ને
કોઈ સતત બોલ્યાં કરે તો
ક્યાંક એવું થાય કે
કોણ જાણે આ કયારે ચૂપ થશે?
અને જો કયારેક કોઈક મૌન થઈ જાય તો
મન બેચેન બની જાય ,
અઢળક સવાલ ઊઠે ,
ના જાણે કેટલી કલ્પનાઓના પહાડ
બની જાય ,
ચૂપકીદી સહન ન થાય,
એનો અવાજ સાંભળવા
બેબાકળાં બની જવાય.
વાત કરવા મન તલપાપડ થઈ જાય.
પણ કેમ?કદાચ મીરાં એટલે જ
આ મનને ચંચળ કહેવાતું હશે.
ચૌહાણ ભાવના "મીરાં"
સાવલી.
-Bhavna Chauhan