The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કેટલી અજીબ વાત કહેવાય ને કોઈ સતત બોલ્યાં કરે તો ક્યાંક એવું થાય કે કોણ જાણે આ કયારે ચૂપ થશે? અને જો કયારેક કોઈક મૌન થઈ જાય તો મન બેચેન બની જાય , અઢળક સવાલ ઊઠે , ના જાણે કેટલી કલ્પનાઓના પહાડ બની જાય , ચૂપકીદી સહન ન થાય, એનો અવાજ સાંભળવા બેબાકળાં બની જવાય. વાત કરવા મન તલપાપડ થઈ જાય. પણ કેમ?કદાચ મીરાં એટલે જ આ મનને ચંચળ કહેવાતું હશે. ચૌહાણ ભાવના "મીરાં" સાવલી. -Bhavna Chauhan
સાંભળ ને! જયારે મને એમ થાય ને કે હવે મારાથી આ નહીં થાય. ત્યારે તું બસ એટલું કહેજે કે કેમ નહીં થાય? થશે! જરૂર થશે. હું છું ને ! પછી હું એ કામ પૂરું જ કરી દઈશ. હું દરિયો પાર કરી દઈશ. દરેક મુશ્કેલી સામે લડી લઈશ. મોટાં મોટાં દુઃખ પણ સહી લઈશ. જિંદગી હરખીને જીવી લઈશ. "મીરાં"બસ એટલું ચાહે છે કે સમય મળે કહેતો રહેજે કે "હું છું ને!" ચૌહાણ ભાવના "મીરાં" સાવલી. ૩૦/૧/૨૦૨૪ -Bhavna Chauhan
શું કામ ચિંતા કરવી ? જન્મ કયારે થશે ને ક્યારે અટકી જશે આ શ્વાસ એની કોઈને નથી હોતી ખબર પછી શું કામ ચિંતા કરવી ? ખાલી હાથે જ આવ્યાં હતાં ને જતી વખતે પણ આ હાથ તો ખાલી જ રહેવાનાં છે. પછી શું કામ ચિંતા કરવી ? જીવનભર સંબંધોમાં ગૂંચવાયેલા રહીશું, ધન કમાવા ધમપછાડા કરશું, બે પળ ખુશ તો પાછું દિલ તૂટતાં મન ભરીને રડીશું. કોઈનાં માટે લડીશું. કોઈ સાથે નહીં આવે. પછી શું કામ ચિંતા કરવી ? ઝૂંપડી બાંધીશું કે મોટી બિલ્ડિંગ, બધું અહીં જ તો રહેવાનું. પછી શું કામ ચિંતા કરવી ? જેટલું જીવન માણશું એ જ આપણું. સ્નેહીઓ પણ થોડાં દિ માં ભૂલી જશે. પછી ચિંતા શું કામ કરવી? આ માટીનો દેહ છે ને માટીમાં જ મળી જશે પછી એને શણગારવાની ચિંતા શું કામ કરવી ? એટલે બસ જીવવાનું, ચિંતા શું કામ કરવી ? ચૌહાણ ભાવના "મીરાં" સાવલી. -Bhavna Chauhan
મહેંદીનાં રંગ કરતાં તો એમાં લખેલાં તારાં નામનો રંગ ગાઢ આવ્યો છે જો ! મહેંદીની ભાત કરતાં તો તારાં નામનાં મરોડદાર અક્ષરો મનને મોહે છે જો ! મારી ખાલી હથેળી પણ આજે તારું નામ ચિતરાવીને કેટલી ખુશ છે જો ! જયારે જયારે હથેળી પર તારું નામ જોઉં છું ત્યારે મારો આ ચહેરો કેવો ખીલે છે જો ! મહેંદીની મહેક તો ભરમાવે જ છે પણ તારાં નામની સોડમ તો મને મદહોશ બનાવે છે જો ! હથેળીમાં તારાં નામને વાંચતાં વાંચતાં મારી આ ધડકન કેટલી જોરથી ધડકે છે જો ! મહેંદીને આંખો પર રાખીને હું તારાં શમણામાં જ ખોવાઈ ગઈ કેવી જો! "મીરાં"આ તો મહેંદીનો કમાલ છે જેમ હથેળી મહેકાવે છે એમ જીવન પણ મહેંકાવશે જોજે. ચૌહાણ ભાવના "મીરાં" સાવલી.
ખરેખર જેને સમજવું ન હોય એને સમજાવવું અઘરું છે. સૂકાં રણનાં બગીચામાં પુષ્પોને ખીલવવાં ઘણું વસમું છે. ઉજાગરાથી થયેલી આંખોની રતાશ છુપાવવી અઘરું છે. હસતાં મોઢે મનની પીડા છુપાવીને રાખવી ઘણું કપરું છે. કડવાં શબ્દોથી મળેલાં ઘાને સહન કરવું ઘણું જ કાઠુ છે. જીવનમાં આવતી તકલીફોનાં દરિયાની પાર જવું માઠુ છે. મળે એને સ્વીકારીને જીવો ને માણો એ જ સુખ સાચું છે. સમજી જાવો સ્મિત અને રુદન બંનેનું આંસુ ખારું જ છે. સુખ શાંતિથી ભરેલું જીવન એ જ હર કોઈનું શમણું છે. "મીરાં" આખરે તો પુરું થાય એ જ શમણું આપણું છે. મીરાં -Bhavna Chauhan
પાંખો નથી પણ સતત ઊડતું રહે છે મન. પગ નથી પણ અવિરત ચાલતું રહે છે મન. ક્યારેક,કોઈક સ્થળે આવીને અચાનક થંભી જાય આ મન. સમયનો કાંટો ચાલતો રહે છે. જીવનની ઘટમાળ પણ એની મોજમાં ચાલતી રહે છે. માણસ ક્યાંયથી ક્યાંય પહોંચી જાય છે. પણ અચરજ તો ત્યારે થાય છે કે આગળ દોડતું મન કયારેક વીતેલી ક્ષણોમાં પહોંચી જાય છે. એ ક્ષણોમાં ખોવાઈને અંતરમાં કોઈ ખૂણે સમેટી રાખેલાં યાદોનાં પોટલાને વેરવિખેર કરી નાંખે છે. કેટલીક મધુર યાદો બેશક હોંઠો પર સ્મિત ખીલવી દે છે પણ કેટલીક કડવી યાદો જાણે ઘા પર આવેલી રુઝને પછીથી વખોડી દે છે. ઉંમર ભલે ગમે તેટલી હોય પણ યાદોની એ ક્ષણો માણસને ક્યારેક બાળક તો ક્યારેક યુવાન બનાવી દે છે. આ બધી કરામત તો "મીરાં" આ માસુમ અને ભોળાં મનની છે. મીરાં...
અણધાર્યો અનરાધાર તારો સ્નેહ વરસશે જ એવી આશ છે મને. તારી એ પ્રીતની વર્ષામાં ભીંજાઈશ અને હરખાઈશ એવી આશ છે મને. કોરું કોરું મારું મન ત્યારે તરબોળ તું કરી જ દઈશ એવી આશ છે મને. દિલમાં બળતી અગનને ઠંડીગાર કરી દઈશ એવી આશ છે મને. શ્યામ એકદિવસ તો આવીશ ને આ"મીરાં"નું શમણું સાચું કરીશ એવી જાગી છે આજ આશ મને. મીરાં -Bhavna Chauhan
બાળપણ બસ એક વાર મળે છે. અને જયારે બાળપણ હાથમાં હોય છે ત્યારે એને માણવાની સમજ ક્યાં હોય છે? જ્યારે એ સમજ આવે છે ત્યારે બાળપણ હાથમાં ક્યાં હોય છે? લાખ ખર્ચો કે અનંત કરો પ્રયત્નો પણ બાળપણ ગયાં પછી પાછું ક્યાં આવે છે? બાળપણ તો પાછું નથી મળતું પણ વૃધ્ધ થતાં માણસ બાળક જરૂર બની જાય છે. છતાંય "મીરાં"કયારેક આ ભોળું મન સવાલ કરી જ બેસે છે કે ફરી મળશે બાળપણ? મીરાં -Bhavna Chauhan
જવાબદારી.... શબ્દમાં જ કેટલો ભાર લાગે છે નહીં? અને જયારે આ શબ્દ જિંદગીમાં સામેલ થાય ને ત્યારે ખરેખર જિંદગીની અસલ શરૂઆત થાય છે. આ પહેલાં જિંદગી તો બધાં જીવતાં જ હોય છે પણ એ જિંદગી કોઈ પણ ચિંતા વગરની હોય છે. મજાની અને સરળ હોય છે. પણ જ્યારે આ જવાબદારી ખભે આવીને બેસે છે ને ત્યારે આપણને સમજાવે છે કે, જો તને હવે સમજાવું કે એક બાપની જવાબદારી શું હોય? મા ની જવાબદારી શું હોય છે? એક પુત્ર,પુત્રી,ભાઈ,બહેન,વડીલ પતિ અને પત્નીની જવાબદારી શું હોય છે? ખરું ને? અને નવાઈની વાત તો એ છે ને કે પહેલાં પાણીની જેમ પૈસા વાપરનાર હવે રૂપિયો ખર્ચ કરતાં પહેલાં સો વાર વિચાર કરે છે. કેટલાંક જવાબદારી બખૂબી નિભાવી જાણે છે પણ અફસોસ કેટલાક જવાબદારી સામે હાર માની લે છે અને જીવ પણ ગુમાવી દે છે. જવાબદારી માણસને ખરાં અર્થમાં જીવવાનાં પાઠ ભણાવી જાય છે. જવાબદારી સામે કયારેક સપનાની બલી પણ ચઢાવવી પડતી હોય છે. તો શોખને પણ ભૂલવો પડતો હોય છે. જવાબદારીને આવકારીને એની સાથે જિંદગી જીવાય "મીરાં"હાર માનીને આ માનવ અવતારને એળે ના જવા દેવાય. ચૌહાણ ભાવના "મીરાં" -Bhavna Chauhan
જિંદગી માનો તો એક સફર જ છે. કયારેક સરળ અને કઠિન ડગર છે. નિત નવાં ચહેરા ભટકાય જાય છે. ભટકાઈને અનુભવ દેતાં જાય છે. ક્યારેક સુખની સરવાણી વહે છે. કયારેક દુઃખનાં કંટક ભોંકાય છે. સંબંધોનાં તાંતણા બંધાતા જાય છે. અચાનક ગૂંચથી તૂટી પણ જાય છે. સ્વપ્ન નગરીની રોજ સહેલ થાય છે. આંખો ઉઘડતાં હકીકત પરખાય છે. મીરાં -Bhavna Chauhan
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser