બાંસુરી ઘેરી ઘેરી કોન બજાવે,અમને કૃષ્ણ પ્રભુની યાદ આવે.... આવે અમને કૃષ્ણ
વહેલી પરોઢે આવીને જગાડે,નીંદર મારી બગાડે 2
થાકી પાકીને સુતીતી ભુવનમાં,નીતનવા સુર સંભળાવે...બાંસુરી ઘેરી
વૃંદાવનની કુંજ ગલીઓમાં, યાદ પ્રભુજીની આવે 2
મને વીજોગણ ઘેલી કરીને, મારગ બહુ ભટકાવે....બાંસુરી ઘેરી
પ્રીત કરી કાન્હા ઘણુ પછતાયા,સુધબુધ છીનવાઈ ગઈ 2
યમુના કીનારે મને બેસાડી, વાટ જોતા રજની વીતી ગઈ... બાંસુરી ઘેરી
એનાં તે રંગમાં એવી રંગાણી,હુતો સઘળું ભુલી ગઈ 2
દાસતખતના સ્વામી નટવરના,મણકે પરોવાઈ ગઈ...બાંસુરી ઘેરી