બેરંગ રંગ લાગે રંગીન જો તું હો સંગ,
રંગહીન લાગે જીવન આ તારા વિના..
દર પ્રસંગમાં રહેતો એક અલગ ઉમંગ,
તું મારી આત્મા ને અનંગ હું તારા વિના..
ઢંગ, બેઢંગ થઈ રહેતો આ જગમાં હું,
પંખ વિહોણું કોઈ વિહંગ એમ હું તારા વિના..
પેચ લડે કોઈ પતંગ, લાગે જંગ ગગનમાં,
વહેતી આંખે આંસુ તણી ગંગ તારા વિના..
રહે અભંગ આ સંગ આપણો અંત સુધી,
થઈ મલંગ ફરે 'શિલ્પી' અહીં તારા વિના..
Dr Dipak Kamejaliya
'શિલ્પી'