અષાઢ પૂરો થવા આવ્યો પણ અંબર ગાજવાને બદલે તડકો વરસાવે છે. એ ઉપરથી એક હાસ્યરસિક કવિતા બનાવી છે.
અષાઢી સાંજના
અષાઢી સાંજના તડકો લાગે..
તડકો લાગે, ભૂમિ ધગતી લાગે..
અષાઢી સાંજના..
વીરાને ભાલે પરસેવો નીતરે.. રૂમાલ ભીંજે એનો વાંસો નીતરે.. અષાઢી સાંજના..
રસ્તો ધગે જાણે ડામર સળગે, ડામર સળગે આગ ચપ્પલ મૂકે.. અષાઢી સાંજના..
સુકાતાં વૃક્ષો જો પાણી માંગે.. પાણી પાણી.. ગળે ત્રોસ લાગે, અષાઢી સાંજના ..
આભેથી ના કોઈ વાદળ વરસે, હાથ જોડી પેલો ખેડૂત કરગે.. અષાઢી સાંજના..
કાબર, કબૂતર મોર ક્યાં રે બોલે? રહીસહી ઘટાઓમાં એ છાયો ખોળે.. અષાઢી..
પ્રિયા અહીં ક્યાંથી પિયુ જોઈ લાજે.. મીટ માંડે ત્યાંતો તાપ આંખો આંજે.. અષાઢી..
'આવ રે વરસાદ' સહુ સાથે બોલે,
કાળાં વાદળ આ મેઘ તોળે,
'આ આવ્યો' કરતો જો મેઘો ગાજે,
વરસું હમણાં, નહીં મારૂં નામ લાજે.. અષાઢી સાંજના તડકો લાગે.