Gujarati Quote in Thought by Pankti Mehta

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બે દિવસ પહેલા હું ખૂબ જ disturb હતી...ઘર માંથી એમનેમ નીકળી ગઈ હતી...મન અને મગજ બંને શાંતિ માંગતું હતું..કાર લઈને હું રસ્તા પર થી પસાર થતી હતી ત્યાં રસ્તા માં મને સ્મશાન દેખાયું..રાત્રિ ના ૧૦ની આસપાસ નો સમય હતો...અચાનક મારા મનમાં શું થયું કે અનાયાસે મારા પગ સ્મશાન તરફ ઉપડ્યા..હું સ્મશાન ની અંદર જઈને એક જગ્યાએ બેઠી...પહેલા તો મને કશું જ ના લાગ્યું.ત્યાં એકદમ નીરવ શાંતિ હતી..ટાંકણી પડે તો પણ અવાજ આવે..થોડી પક્ષીઓ ની ચિચિયારી હતી.. કુતરાંઓ ભસતા હતાં..મારી અંદર જે તોફાન હતું એ ધીમેધીમે શાંત થવા માંડ્યું... હું મારું મોં નીચું રાખી ને રડી રહી હતી થોડીવાર ના ડૂસકાંઓ પછી મેં રડવાનું બંધ કરી સામે ની બાજુ નજર કરી....સામે એક ચિતા સળગી રહી હતી..થોડો ડર લાગ્યો..તેમ છતાં હું બેસી રહી..કેમ ખબર છે???હું પણ એકલી હતી અને એ ચિતા પણ એકલી સળગી રહી હતી..શાંતિ થી વિચાર્યું તો લાગ્યું કે દરેક વસ્તુ કે વ્યક્તિ ની મોહમાયા બહુ ખરાબ છે...સામે જે ચિતા સળગી રહી હતી એ કશું જ પોતાની સાથે લઈને નથી ગઈ..money... power... prestige...ego.. attitude..એ ખાલી આપણો લગાવ છે.ચિતા ને સળગતી જોઈને લાગ્યું કે કેટલું અઘરું છે એ માની લેવાનું કે જેની સાથે આપણે આટલા વર્ષો રહ્યાં એ એકી ઝાટકે છૂટી જાય છે..કે જેમની સાથે આપણો નાતો હતો એની કોઈ ખબર જ નથી..કે જેમની દરેક શ્વાસ ની ખબર રહેતી હતી એનો કશો અતોપતો જ નથી...કોઈ વ્યક્તિ ના ગયા પછી લોકો એના વિશે શક્ય એટલી સારી વાતો કરે છે.. એને ખૂબ પ્રેમ થી યાદ કરે છે તો એ જ વસ્તુ એમના જીવતાં જ કેમ નથી કરતાં?? એમના મર્યા પછી જ કેમ બધું યાદ આવે છે??

Gujarati Thought by Pankti Mehta : 111905607
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now