Quotes by Pankti Mehta in Bitesapp read free

Pankti Mehta

Pankti Mehta

@panktivisadrawala223142


બહુ હેરાન કરતાં હતા ને તને સવાલ મારા...
બોલ હવે મારું મૌન તને કેવું લાગ્યું..!!!!

કોઈક જતું રહે અચાનક તો બહુ જાજો ફર્ક પડતો નથી
બસ....
એ પછી શ્વાસ લેવામાં થોડીક તકલીફ પડતી હોય છે..!!!

મારો જીવ વસે છે તારામાં જો તું છોડી ને
ગયો તો આ જીવ ને જતાં વાર નહિ લાગે...!!!

હું તને ચાહું છું એ તો બહુ જૂની વાત છે વહાલાં ...
પણ અત્યારે હું તને મારામાં જીવી રહી છું...!!!!

એણે મને કહ્યું હતું કે જિંદગીભર સાથે રહીશું..
પણ મેં એને ક્યારેય પૂછ્યું જ નહોતું કે
તારી સાથે કે તારી યાદો ની સાથે...!!!!

Read More

મહોબ્બતમાં પડ્યાં છો ને સુકુન પણ જોઈએ છે..
બહુ નાદાન છે તું મારા જીવ
ઝેર પણ ખાવું છે ને જિંદગી પણ જોઈએ છે...!!!

Read More

જો તું જાણી શકેને કે તારા વિના મારો શું હાલ થાય છે..
તો તું મને વળગીને રડી પડીશ મારા જીવ...!!!

કેટલો કઠોર છે એ ભાવને મેહસૂસ કરવો કે જ્યારે એક પ્રેમી એની પ્રેમિકા ને કહે છે કે..
આપણે જીવનમાં સાથી છીએ, જીવનસાથી નહિ ...!!!

Read More

તારા વગર જીવવાની પહેલી કોશિશમાં જ હું મરી જઈશ મારા જીવ...!!!