રવિઅસ્ત થતાંને પ્રગટ્યો ઘરમાં ઘરદીવડો.
એણે અંધકારને પડકાર્યો ઘરમાં ઘરદીવડો.
નાનો તોય રહે ના છાનો પ્રકાશને પાથરતો,
કે ઓરડો અજવાળે ભર્યો ઘરમાં ઘરદીવડો.
ખામી નિશાની રખેને એ હશે કેવી છાવરતો,
મંદિરથી શરુ થૈ ઘરે પધાર્યો ઘરમાં ઘરદીવડો.
રિસાઈ હોય વીજળીરાણીને ચોમાસાંની ૠતુ,
ઉડતાં પતંગિયાં જીવાતે ધર્યો ઘરમાં ઘરદીવડો.
પવનના ઝપાટે એ ભડકભડક થાતો પરસાળે,
રાતનું વાળુ કરીને જાણે ઠર્યો ઘરમાં ઘરદીવડો.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.