સત્ય હંમેશા કડવું હોય છે, સત્ય બોલતા લોકોની લોકો કદર કરતા નથી,કારણકે એમની અંદર જૂઠ ભરેલું હોય ત્યારે એ સામેની વ્યક્તિને પોતાની જૂઠમાં સામેલ કરવા માગે છે.પરંતુ ગમે તેટલું અસત્ય બોલો છેલ્લે સત્ય બહાર આવે છે.
ઘણી વખત સત્ય બહાર આવતા ટાઈમ લાગે છે.અને ત્યારે સત્ય સામે ચાલતો માણસ હિંમત હારી જાય છે, કારણકે સત્ય પર ચાલનારને ઘણા બધા સંઘર્ષનો સામનો કરવો પડે છે ઘણી બધી દલીલો કરવી પડે છે અને ઘણી વખત તો ખૂબ જ વેદના પણ સહન કરવી પડતી હોય છે ત્યારે તેને થાય છે કે સત્ય જેટલું વહેલું બહાર આવે તેટલી મુશ્કેલીઓ ઓછી થાય છે પરંતુ સત્યને બહાર આવતા વાર લાગે ત્યારે પણ સત્ય બોલનાર વ્યક્તિને પોતાની અંદર રહેલી સત્ય છુપાવવાની શક્તિ પણ નષ્ટ પામે છે.
સત્યની સામે બાંધેલી ઈમારત હંમેશા મજબૂત હોય છે એને ગમે ત્યારે ગમે ત્યાં તેનો ઉપયોગ કરવામાં આવે ગમે તે વાક્ય બોલવામાં આવે ત્યારે તે એક જ વાક્ય બોલાય, એક જ વાક્ય બોલાય એને વારંવાર યાદ રાખવી પડતી નથી, કારણ કે સત્યની કઈ પણ વાક્યો હોય એ એક જ બહાર આવે છે ,જ્યારે અસત્યની માર્ગ પર બાંધેલી કોઈ પણ વસ્તુ કે વચન હોય એ વચન બદલાતા હોય છે અને ત્યારે ત્યારે તેનો અસત્ય બહાર આવી જાય છે હંમેશા અસત્ય ગમે તેટલું વખત છુપાવાનો પ્રયત્ન કરો પરંતુ એની ઇમારત તૂટીને અસત્ય બહાર આવે છે.