આંખ ના એક પલકારે કંઇક શમણાં બિડાયાં હશે...
એક જ ઠોકર માં કેટલાય પગલાં ભુસાયા હશે.
આદમી બીજાની જ ભૂલ પકડવામાં માહિર છે..
પોતાના દીવા તળે અંધારું કેટલા ભાળ્યા હશે.
એમનમ નથી ઉપાડ્યું રથનું પૈડું હરી એ યુધ્ધમાં..
કેટલાય ભીષ્મ પોતાના ચક્રવ્યૂહ માં ગૂંચવાયા હશે.
આજની રાત ને કાલ ની સવાર વચ્ચે જ સંકોરાય છે..
બે પાપણ ની વિરહ ગાથા કોણ સાંભળતા હશે.
તમે આવો અને હું કંઇક હલકારો પણ આપી દવ..
તમારા ગયા પછી મારા શબ્દો ક્યાંય અથડાતાં હશે.
કંઇક કૃષ્ણ ગયા અને કંઇક ગીતાઓ ગવાય ગય..
પણ માહ્યલા અર્જુન ને આજે કોણ જગાડતાં હશે.