હું એક શિક્ષક છું.
લોકો મને 'માસ્તર' કહે છે.
એમને ક્યાં ખબર છે કે માસ્તર
એટલે
જે માના સ્તરે છે તે.
ભલે માસ્તર કહો.એનો મને
કોઈજ વાંધો નથી.
ભારતનું ભવિષ્ય ઘડનાર છું.
મારા હૈયામાં બાળક માટે મમતાનો
મધપૂડો છે.
કોઈ પણ બાળક મારા માટે રૂડો છે.
હું એમનામાં સંસ્કારોનું સિંચન કરું છું.
નીતિ,મૂલ્યોના પાઠ
શીખવું છું.
બાળકનું ભવિષ્ય ઉજળું બને
એ માટે સતત પ્રયાસ કરું છું.
હા, હું શિક્ષક છું.
માસ્તર છું.
સત્યનો પૂજારી થઈ બાળકોને
સત્યના પાઠ ભણવું છું.
અહિંસાની એરણ પર ચડાવું છું.
બાળકોના મનમાંથી ઈર્ષા,લોભ,લાલચ,ક્રોધ વગેરે જેવા દુર્ગુણોને જલાવી દઉં છું.
હું બગીચાનો માળી છું.
કુમળા છોડને યોગ્ય દિશામાં વાળું છું.ફૂલ ખીલવું છું.
જેની મહેંક સમાજમાં ચોમેર પ્રસરતી રહેશે.
બાળકના હૃદયમાં દેશપ્રેમની
ભાવના જગાવું છું.
દેશ માટે મરીફિટવાની તમન્ના પેદા કરું છું.
હા, હું એક શિક્ષક છું. માસ્તર છું.
બોલો,હું શું ડરપોક છું??
જોજો,મને એવું કહેવાની ભૂલ ન કરતા.
કઈક નવું સર્જન કરવા ટેવાયેલો છું. પરિવર્તનનો ચાહક છું.
બાળ પ્રેમી છું.
કાદવમાંથી કમળ ખીલવું છું.
હા, હું એક શિક્ષક છું.
માસ્તર છું.
મા સરસ્વતીનો પૂજારી છું.
બાળક પ્રભુનું સ્વરૂપ છે તે વાત
હું સમજુ છું ને સમજાવું છું.
તમને ગમું કે ના ગમું
પણ
બાળકોને તો હું ગમું જ છું.
હું એક શિક્ષક છું એનો મને ગર્વ છે...