...." જુની ઈમારત "
જોઈ ખરતા કાંગરાં આ જુની ઈમારતનાં;
ઓછાં ન આંકતાં, મુલ્ય એની શોહરતનાં;
જાહોજલાલી હતી ચાંદ ને સિતારા સરીખી,
પગલાં અહીં પડતાં જ્યારે કુમળાં બાળકનાં;
સ્પર્શે ભૂલાઈ ગયો છે બારણાંને એ ટેરવાંનો,
સ્પંદનો ટકરાતાં હતાં જ્યાં ક્યારેક સાંકળનાં;
લાગ્યો હશે જરૂર થોડો માર સમયનો, પરંતુ!
મોહતાજ નથી આજેય કોઈની માવજતનાં;
શણગાર બની ગયો છે આ કાટમાળ હવે તો,
અલંકાર પહેરી રાખ્યાં છે પથ્થરો ને સાઈકલનાં;
ખીલતી રહેતી બુલંદી એની આજ પણ "વ્યોમ"
નોધારું મૂકીને આમ કોઈ જો થાત રુખસત ના;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"*
GETCO (GEB),
મુ. રાપર