🙏🇮🇳૭૭મા સ્વાતંત્ર્ય દિવસની શુભકામના 🇮🇳🙏
...." નવું ભારત "
કહો તમે તો છાતી પર તિરંગો છાપી આપું;
ચાલો આજે તમને આઝાદીની ઝાંખી આપું;
મર્દાનીથી લડી હતી અંગ્રેજો સામે, ને કહ્યું 'તું!
માતૃભૂમિ માટે પ્રાણ આપું પણ ન ઝાંસી આપું;
મળતી આઝાદી વહેલી, જો ના ચડતાં ફાંસી!
અહિંસાના પૂજારી એવા કદી ના ગાંધી આપું;
બહેરાને સંભળાય માટે કરવા પડે છે ધમાકા,
ક્રાંતિકારી એમના વિચારને કદી ન ફાંસી આપું;
કમનસીબે ન મળ્યા સરદાર વડાપ્રધાન તરીકે,
સરદાર જેવા મળ્યા મોદીજી એ ખાત્રી આપું;
દુધ માંગતાં દુશ્મનો તો આપતાં ખીર "વ્યોમ"
નવ ભારતમાં દુધ તો શું? બુંદ ન પાણી આપું;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર