..... " મારાપણું તારાપણું "*
ક્યાં કૈં વધ્યું છે મારામાં મારાપણું કોઈ?
શું તારામાં પણ વધ્યું છે તારાપણું કોઈ?
જોગ-સંજોગ કે પછી યોગ-વિયોગમાં,
છલકી ઊઠે આંખમાંથી ખારાપણું કોઈ;
પર પીડા જોઇને હસતી આ દુનિયામાં,
શું રહ્યું છે કોઇનામાં હવે સારાપણું કોઈ?
સ્વાર્થી ને ગણતરી બાજ થયાં સગપણ,
કેમ ને ક્યાં ગોતવું મારે વ્હાલપણું કોઈ?
આપવી પડે તો તૈયાર છું હું આપવા પ્રાણ,
યારીમાં નહીં કરું "વ્યોમ" પાછાપણું કોઈ;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર