તૂટ્યું છે મારું દિલ આ કાલે ધબકતું
છતાં પ્રેમથી જીવતા શીખવું પડે છે..
વિખેરાઈ ગઈ છે લાગણીઓ અહીંતહીં
લાગણી વિહીન ચેહરે હવે ફરવું પડે છે..
આંસુ બની વહી રહ્યો છે મારો પ્રેમ
નથી રડવું, છતાં આંખોને રડવું પડે છે..
દિલ ખોલીને હસતા હતા પહેલા અમે
હવે હોઠે ખોટું સ્મિત લઈને ફરવું પડે છે..
તારી યાદોના સહારે જીવશું અમે, 'શિલ્પી'
દિલની વેદનાને ગઝલ નામ આપવું પડે છે..
Dr. Dipak Kamejaliya
'શિલ્પી'
-Kamejaliya Dipak