Gujarati Quote in Thought by Mir

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું હું તમને ગમતી હોઈશ ?
શું હું તમને યાદ આવતી હોઈશ ?
શું હું તમારી દુનિયા બની શકીશ ?
શું હું તમારા સુખ દુઃખમાં સાથ આપી શકીશ ?
શું હું તમારી જીવન સંગિની બની શકીશ ?
આવા તો કંઈ કેટલાયે સવાલ હતા જે મારે તમને પૂછવા હતા પણ એ સમય આવે એ પહેલાં જ તમે તો શહેર છોડી પોતાની દુનિયા વસાવી લીધી ને હું એ અધૂરા વણપૂછાયેલાં સવાલના જવાબ શોધવા મથતી રહી. જીવન સંધ્યા થઈ છે, એ સવાલો પીછો નથી મૂકતાં. કદાચ આજે મળો તો પણ પૂછી લઉ ભલે એ જવાબ ના હોય. દિલનો બોજ હળવો થાય, તમને પૂછી લેવાનો સંતોષ થાય, વસવસો ન રહે કે મેં પૂછ્યું નહીં. પણ એના માટે મળવું પડે જેના કોઈ એધાણ નથી.

Gujarati Thought by Mir : 111887651
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now