જન્મદિવસ એટલે શું ?
*જવાબ મળે તો મને જણાવશો..*
જન્મદિવસ એટલે
જીંદગી નામના વૃક્ષ ઉપરથી એક પાંદડા નું ખરી જવું કે ઉંમર ના વટવૃક્ષ ઉપર નવી કુંપળ નું ઊગવું.. ??
જિંદગીમાં એક વર્ષનું વધવું કે આયુષ્ય માંથી એક વર્ષ ઘટવું.. ??
વડીલોની દીલથી અપાયેલી દુવાઓ કે મિત્રોની formal birthday wishes.. ??
Ready made cake કે મમ્મીનાં હાથે પ્રેમથી બનેલો શીરો ... ?
ગુરુના આશીર્વાદ અને ભગવાનની પૂજા અર્ચના કે પછી family સાથે outing..
મિત્રો સાથે કટીંગ ચા કે પછી બદમાશ મિત્રો સાથે અડધો પેગ (જોકે બીજું option ક્યારેય વિચારવા લાયક નથી).. ??
પાર્ટી આપીને પૈસાનો દુમાડો અને ખોટી ખોટી વાહ વાહ કે પછી ગરીબોને દાન આપી તેમના આશીર્વાદ.. ??
*આમ તો તમારા દિમાગમાં કોઈ સારો વિચાર આવે અથવા સારું કામ કરવાની ઈચ્છા થાય એજ સાચો જન્મ છે , બાકી biologically તો રોજ અબજો પશુઓ પણ જન્મે છે..*
#priten 'screation