Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મેઘ તું તો ખૂબખૂબ વરસ્યો, હવે તો ખમૈયા કરને.
તું તો ગરજ્યોને વળી ચમક્યો, હવે તો ખમૈયા કરને.

રીમઝીમ વરસવાનું ભૂલી અનરાધારે થયું આગમન,
જાણે આભ ફાડીને તું આવ્યો, હવે તો ખમૈયા કરને.

ચારેકોર ' પાણીપાણી ' કરી દીધાં જળતૃષા છીપી,
તું છલકાયોને વળી ઊભરાયો, હવે તો ખમૈયા કરને.

ખોરવાયું છે જનજીવન આજે; વિરામ તારે લેવો ઘટે,
જળબંબાકારથી માનવ મૂંઝાયો, હવે તો ખમૈયા કરને.

રસ્તા શેરીથી ના અટક્યો તું ; ઘરમાંય તેં પ્રવેશ કીધો,
બિચારો રંકજન બહુ અકળાયો, હવે તો ખમૈયા કરને.

ઘરને ઘરવખરી તણાયાં તારી પૂર નામની એ સુતા થકી,
સમુંનમું કરવામાં માનવ અટવાયો, હવે તો ખમૈયા કરને.

જરુરતથી વધારે કોઈ પણ ઝેર બની જઈ મારણ કરતું,
પ્રમાણ જાળવવામાં હશે ગૂંચવાયો, હવે તો ખમૈયા કરને.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111886934
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now