Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જિંદગી ઈશ્વરનો ઉપકાર, જાળવજો પ્રેમથી.
ના મળતી એ વારંવાર, જાળવજો પ્રેમથી.

પોતાના જાણીને આપી છે માનવજાતને,
પુણ્યોનો કરી વિચાર, જાળવજો પ્રેમથી.

ના કોઈનું બૂરું તમે મનથીય વિચારજો,
પરહિતના રાખો આચાર, જાળવજો પ્રેમથી.

ફરીફરી ના માનવદેહ રે મળતો,
હરિ સાથે થાઓ એકાકાર, જાળવજો પ્રેમથી.

અવગુણ તમારા હરિ સન્મુખ સ્વીકારજો,
કરજો પાપ તણો એકરાર, જાળવજો પ્રેમથી.

કોરા કાગળ જેવી જિંદગી આપી છે,
સફળ કરજો માનવ અવતાર, જાળવજો પ્રેમથી.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111886899
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now