ઝાડ કયાં ……. પંખીને ડાળ ભાડે આપે છે ?
એ તો ટહુકાની આશ નિરંતર રાખે છે .
જન્મ આપી , ઈશ્વર કયાં માનવની ભક્તિ માંગે છે .
એ તો માનવ……માનવ થઈ ને રહે તેવી આશ રાખે છે .
સંબંધો બનતા રહે એ જ બહુ છે.
બધા હસતાં રહે એ જ બહુ છે.
દરેક જણ….. દરેક સમયે….
સાથે નથી રહી શકતા .
યાદ એકબીજાને કરતાં રહે એ જ બહુ છે .
એક ગેરસમજ અને બીજો અહંકાર ………
જ્યારે બન્ને ભેગા થઈ જાય છે ,
ત્યારે સારા સારા સંબંધો પર પૂર્ણ વિરામ મૂકે છે.
બીજાંઓને માફ કરી દો ,એટલા માટે નહીં કે
એ લોકો માફીને પાત્ર છે,
પણ ………..
એટલા માટે કે તમે શાંતિને પાત્ર છો.
સાંજે કરમાય જવાના છે , એ ખબર જ છે ફૂલ ને ,
છતાંય રોજ સવારે હસતાં હસતાં ખીલે છે .
બસ આનું નામ જ જિંદગી .
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻