Gujarati Quote in Religious by Chaitanya Joshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાંભળીને સાદ કદી મારો હરિ તું આવજે.
ના બનું કદીએ હું બિચારો હરિ તું આવજે.

અંતર મારું ઝંખતું હરપળ હરિવર તુજને,
ધર્યા પ્રેમભૂષણ અલંકારો હરિ તું આવજે.

નથી એકલો બનતો કદી હરિવર સંગાથે,
આતિથ્યને વળી આવકારો હરિ તું આવજે.

ભક્તજનની લાજ રાખવા આવવું ઘટે છે,
દેખી આતમના શણગારો હરિ તું આવજે.

નથી આશા અવરની એક પર મીટ માંડી મેં,
દેજે આગમનના અણસારો હરિ તું આવજે.

દિલ બન્યું છે આજ સુદામા મિત્ર તું થૈ જાજે,
દોડીને કરજે હરિ સત્કારો હરિ તું આવજે.

ધર્યાં છે બોર પ્રેમપકવાન છોને હોય જૂઠાં એ,
લખન સંગ પ્રસાદ સ્વીકારો હરિ તું આવજે.

નયનાશ્રુથી ચરણપ્રક્ષાલનની ચાહત છે મારી,
ધરું છું શબરી તણા વિચારો હરિ તું આવજે.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Religious by Chaitanya Joshi : 111883293
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now