" એક પિતાની વેદના "
પિતાની તુલના તો ક્યારેય મા સાથે કરાતી નથી;
માની વ્યથા દેખાય છે પણ પિતાની વર્તાતી નથી;
મા વિના સૂનો છે આ સંસાર, જાણે છે સહુ કોઈ!
પરંતુ, પિતા વગરની જિંદગી તો વિચારાતી નથી;
મા વિશે લેખ કે કવિતા તો તુરંત જ લખાઈ જાય છે,
તો પિતા વિશે બે લીટીએ કેમ જલ્દી લખાતી નથી?
દીકરાને એક પિતાની વેદના કદીએ સમજાતી નથી.
પિતા બન્યે દ્વિધા છે, કે દીકરાને સમજાવાતી નથી;
બેઠા હોય એક પિતા, બનીને મોભ જે પણ ઘરનો!
એ ઘરની એક ઈંટને પણ કદી ડગાવી શકાતી નથી;
કરવી હોય એ પળોને તાજી જે વિતાવી પિતા સાથે,
અફસોસ "વ્યોમ" ત્યારે હોતી પિતાની હયાતી નથી;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર