🔥#CK 💝💦
🤔 જીવન રુપી વૃક્ષ પરનું કોઇ એક પાંદડું પસંદ કરીને, તેને જ જીવનભર પ્રેમ કરવો તેમાં કંઇ ખોટું નથી.
પણ તેને હું "પ્રેમ" સમજું એ સમજ ખોટી છે.
તેને જ હું જીવનનો આધાર સમજીને જીવ્ચો તો તે જીવન ખોટું છે.
ઝાડ પરનું કોઇ એક પાંદડું જો તમારો પ્રેમ મેળવવાંને આટલું લાયક હોય તો આ આખું ઝા઼ડ તો કેટલા બધા પ્રેમનું અધિકારી થાય ???
જે ડાળી પર આ પાંદડું હોય તેનું શું ?
આ ડાળી જે થડ પર ઊગી છે તેનું શું ?
આ થડનું રક્ષણ કરતી છાલનું શું ?
જે જમીનમાં આ મૂળ છે તે જમીનનું શું ?
જે સૂર્ય, દરિયો અને ખાતરથી આ જમીન પોષાય છે તે બધાનું શું ?
આ બઘાને અવગણીને ફક્ત એક પાંદડા પર થતો પ્રેમ એ બીજુ કઇ પણ હોઇ શકે પણ "પ્રેમ" તો નથી જ.
-ચિરાગ કાકડિયા
નોંધ : મે વાત અહી ઝાડ કે પાંદડાની તો કરી જ નથી.