ક્ષમાબક્ષિસ.
અપરાધીનેય તું હો માફી આપનારો,
સંભળાય જ્યાં અંતર તણા ઉદગારો.
રહી છે આવી ટેવ પ્રભુજી નિત તારી,
ક્ષમાબક્ષિસની છે હરિવર રીત તારી..1
અંશી બનીને તું અંશને સાચવનારો,
રખે આવો હશે હરિજી તારો ધારો.
ભૂલવામાં જ ભગવંત છે જીત તારી,
ક્ષમાબક્ષિસની છે હરિવર રીત તારી...2
પ્રાયાશ્ચિતના અશ્રુથી તું રીઝનારો,
ભક્તોને તો હરિ તારાથી જ પનારો.
જીવશિવની અગોચર કોઈ પ્રીત તારી,
ક્ષમાબક્ષિસની છે હરિવર રીત તારી...3
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.