મનચાહ્યું હરવખ્ત મળે ના મળે.
મનમુરાદ હરવખ્ત ફળે ના મળે.
છે મારી એક સંહિતા જીવનની,
જિંદગી બીબાંઢાળે ઢળે ના ઢળે.
ખ્વાબો દુનિયા હોય છે અસીમ,
અધૂરપથી જીવનમાં વળે ના વળે.
આમ તો મિત્રો ઘણા રાખું છું હું,
મૂંઝવણ મનની કોઈ કળે ના કળે.
જુદી જ કંડારી છે કેડી મેં જાતે,
વહેતા વાયરે પછી ભળે ના ભળે.
આફતને અવસર માની શકું છું,
મુસીબત સઘળી કદી ટળે ના ટળે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.