અધ રસ્તે ઓચિંતા મળી જશે,
એ મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો..
ને અચાનક વરસાદ વરસી જશે,
એ મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો..
છત્રી હશે એક ને ભિંજાશું બંને,
એ મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો..
ને ધડકતી સ્પંદનોનો સંભળાશે શૌર,
એ મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો...
વીજળીનાં ચમકારે આંખો ઝૂકી જશે,
એ મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો..
ગરજશે વાદળો આલિંગન થઈ જશે,
એ મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો..
હોંઠનો સ્પર્શ થતાં આંખો ખુલી જશે,
એ મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો..
મધરું સ્વપ્ન અધૂરું રહી જશે,
એ મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો..
Darshu, Radhe Radhe..