ક્યારેક સેલી તો ક્યારેક અઘરી છે જિંદગી,
ક્યારેક સહેલી તો ક્યારેક પહેલી છે જિંદગી.

ક્યારેક કહી શકાય તો ક્યારેક ચૂપ રહી જાય,
વણ કહે વંચાય જાય એવી છે આ જિંદગી.

એક છોડો ને બીજી જ પળે લાગે કે કઈક,
થોડી અલગ તરી જાય એવી છે આ જિંદગી.

સપનાઓ સાકાર કરી જાય છે તો કયારેક,
મન મૂકીને રડાવી જાય એવી છે આ જિંદગી.

સ્ટેશન એક પછી એક એમ જ છૂટતા ગયા,
કેટલાક પડાવે લાગે થંભી જાય જાણે જિંદગી.

જીવવા મથીએ ને જિંદગી છૂટે,કેટલીક તો,
ક્ષણો હીબકે ચડી જાય એવી છે જિંદગી.


"પ્રાપ્તિ"
9/6/23.

Gujarati Poem by Parikh Prapti Amrish : 111880053
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now