" હાલ દિલ તણા "
આજે તો કહો, કોઈ હાલ આ દિલ તણા;
આજે તો કહો, છે દિલમાં કેટલી એષણા?
ઝંખતા રહ્યા છીએ હરપળ બસ એક કોઈને,
આજે તો કહો, કે હૃદયમાં આતે કેવી તૃષ્ણા?
દિલના ધબકારા જપતા રહે જ્યારે એ નામ,
આજે તો કહો, તો આંખોમાં કોનાં સમણાં?
દોડતું રહે છે હરણ સતત ઝાંઝવાંઓ પાછળ,
આજે તો કહો, એ હકિકત છે કે છે ભ્રમણાં;
નિરંતર તાકતું રહે, "વ્યોમ" તરફ એ ચાતક!
આજે તો કહો, કે છે એને પણ શેની તમન્ના?
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર