ને આખ્ખેઆખું મન પછી હરાઈ જાય છે.
કેવી ખૂશ્બૂ પછી જીવનમાં ભરાઈ જાય છે.
અનુભવાય પરવશતાને પંગુતા મન તણી,
ને દિલના તાર કેટલા ઝણઝણાઈ જાય છે.
એક હસીન ચહેરો લૈ લેતો કબજો મનનો,
ના હોય ઈચ્છા તોયે ગણગણાઈ જાય છે.
મૂંઝવણ હોય છે મીઠીને ગમતીલી ખરી એ,
યાદ આવતાં પ્રિયની હોઠ મુસ્કાઈ જાય છે.
એક વિચાર અડીખમ તનનેય બેચેન કરતો,
પ્રેમપાઠ સહજ અનાયાસે ભણાઈ જાય છે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.