ઉમર ભલે વધી હોય પણ ઈચ્છાઓ જુવાન હોવી જોઈએ,
શિરાએ શિરાએ વહેતી લાગણીઓ બેફામ હોવી જોઈએ
કોઈ ની આશા એ બેસી રહો તો કદીપણ મંજિલ મળે નહી,
આપણા ખુદની પાંખો ને આપણી જ ઉડાન હોવી જોઈએ.
ગમ જગત આખાના ધરબી ને રાખો ભલે હ્રદય ના એક ખૂણે,
ભીતર ભર્યો હોય લાવા પણ ચહેરા પર મુસ્કાન હોવી જોઈએ.
કોઈ દયા ખાય કે દુઆ કરે એવા દયનીય દેખાવાની જરૂર નથી,
સામે જોતા સો વાર વિચારે એવી નવાબી શાન હોવી જોઈએ.
દુનિયા ની બજારમાં ભાવ આપણા કદી ગગડવા જોઈએ જ નહી,
કોઈ બોલી લગાવી ના શકે કીર્તિ એવી જાજરમાન હોવી જોઈએ.
શૂન્યમાં થી પણ સર્જન કરવાની શક્તિ છે આ ક્ષણભંગુર શરીરમાં,
પથ્થરોમાં પડીશું તો પણ ફણગા ફૂટશે એવી હામ હોવી જોઈએ
રઈશ નથી તો શું થયું ? રૂઆબ ને રુતબો તો રઈશી રાખવાનો જ !
" મિત્ર" જીંદગી તો બસ મોજે દરિયા ને મોજે તુફાન હોવી જોઈએ.
વિનોદ સોલંકી " મિત્ર " .લખતર