Gujarati Quote in Motivational by Dr. Bhairavsinh Raol

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

. 🙏🙏 પ્રણામ 🙏🙏

દિકરી
પિતા અને પુત્રી નો એક કમાલ નો સંબંધ છે, પિતા ને પુત્રી નું કંઈ લેવું જ નથી અને પુત્રી ને પિતા માટે બધું જ આપી દેવુ છે.
સૃષ્ટિ ના સર્જનહારે આ સંબંધ માં ખોબો ભરીને પ્રેમ ઢોળી નાખ્યો છે. ગયા સાત ભવ માં જેણે પુણ્ય કર્યા હોય એને જ આ ભવ માં ""દિકરી"" મળે છે.

પાછલા જન્મ માં કરેલા પુણ્ય ની રસીદ ભગવાન આ જન્મ માં ""દિકરી"''' ના સ્વરૂપે આપણને આપે છે એટલે વટ થી કહેજો કે મારા ધરે ""દિકરી"" છે.

આ સંસારમાં ""દિકરી"" બધા ના નસીબ ક્યાં હોય છે ઈશ્વર ને જે ધર પસંદ પડે ત્યાં જ ""દિકરી"" હોય છે.

અણી ના વખતે કામ માં લાગે એવી ધર ના ખૂણે સંતાડી રાખેલ સોનામહોર એટલે ""દિકરી""

બાપ ની પળ-પળ ચિંતા કરે એનુ નામ ""દિકરી""

આંસુ અને ""દિકરી""સરખા જ છે બાપ માટે, આંખે આવે છે .આંસુ વહી જવા માટે.. તો ""દિકરી"" પણ કયાં આવે છે રહી જવા માટે?

એક પિતાએ શું મસ્ત કહ્યું છે કે સુખમાં સાથ જોઈએ બાકી દુઃખ માં તો મારી ""દિકરી"" જ કાફી

ઉપર બેઠો બેઠો એ કેટલા ધરો માં ધ્યાન રાખે એટલે બહુ વિચારીને અંતે ઈશ્વરે ધરતી પર ""દિકરી"" ને મોકલી
કાલે જરૂર લાવી દઈશ આટલું બોલો ને તે માની જાય , તેવી ધર માં એક જ વ્યક્તિ અને તે છે ""દિકરી"''

માતા-પિતા ના દિલ ના કોડિયા માં સંસ્કારો ના તેલ વડે , વાત્સલ્ય ની દિવાસળી થી ધર અને સમાજ ને ઉજાગર કરનારી દિવેટ એટલે ""દિકરી""

પ્રેમ નો પ્રવાહ,વાત્સલ્ય નો રણકાર, સંસ્કારો ની સુરત, કળિયુગ માં સતયુગ, બલિદાન ની પરાકાષ્ઠા એટલે ""દિકરી""

કોઈ એ પૂછ્યું એક ""દિકરી"" ના જીવન નો મુશ્કેલ ભાગ કયો ?
""દિકરી"" એ રડતા રડતા માત્ર એટલું જ કીધું કે
લગ્ન પછી પોતાના ધર માં જ મહેમાન બની ને આવવુ તે

દીકરીઓ ના પિતા ને સમર્પિત

Gujarati Motivational by Dr. Bhairavsinh Raol : 111877132
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now