*Why Mother is Special*
તમે એને ગાળો આપો, તો પણ એ તમને આશીર્વાદ આપે તો એ *મા* જ હોઈ શકે
તમને unconditional love 💕 કરનાર - તમે રૂપાળા હોય કે કદરૂપા , અમીર હોવ કે ગરીબ, હોશિયાર હોવ કે ડફોળ, સાધુ હોવ કે શેતાન .. એના પ્રેમ માં કોઈ ફરક ના પડે.. તમારા જન્મ પહેલાં થી તમને પ્રેમ કરતી હોય છે *મા*
ભલે એ અભણ હોય પણ તમને આખી યુનિવર્સિટી કરતા પણ વધારે જ્ઞાન આપ્યું હોઈ એ હોય *મા*
આખી જીંદગી, કોઈ પણ જાતના પગાર કે અપેક્ષા વગર 24 X 7, 365 days તમારા માટે કામ કરતી હોય તે છે - *મા*
દુનિયાનું સર્વશ્રેષ્ઠ ગીત હોય છે *મા* નું હાલરડું..
દુનિયાની શ્રેષ્ઠ વાનગી હોય છે, *મા* ની રસોઇ , કારણ કે તેમાં ભારો ભાર પ્રેમ ઠાંસી ઠાંસીને ભરેલો હોય છે..
દુનિયાની શ્રેષ્ઠ ડોકટર છે *મા* કારણ કે જ્યારે એ પ્રેમથી માથે હાથ ફેરવે છે ત્યારે અડધા દુઃખ દર્દ ગાયબ થઈ જાય છે. અને એને વગર x-ray ખબર પડી જાય છે કે છોકરાને કંઈ તકલીફ છે..
હે *મા* કાશ , તને હું every day happy રાખી શક્યો હોત.. 🙏🙏
તો મારે આ happy mother's day ના દંભ ના કરવા પડ્યા હોત..