" જવાબદારીનો બોજ "
પગ નિરંતર ચાલે છે, ક્યાં એ થંભે છે?
બોજ જવાબદારી કેરો, જોને ખભે છે;
કેમ નિરાંત કરી બેસી રહું એક જગ્યાએ,
ઘરમાં બાળગોપાલ બટકું રોટલો ઝંખે છે;
પરિશ્રમ કરતાં પણ, જોને કાંઈ નથી વળતું!
લાગે છે, ભાગ્ય પણ અમારું ચડ્યું ડખે છે;
હાથ પરની રેખાઓ, ઉપસી આવી છે ચહેરે!
એ ઉમ્ર નહીં પણ, જવાબદારીઓ બરકે છે;
કોઈ કહે મહેનત જીતે, તો કોઈ કહે નસીબ!
પરંતુ, પરિશ્રમ ને કિસ્મત તો અડખેપડખે છે;
હામ ભીડીને પણ, હું આગળ વધતો રહેતો!
આત્મવિશ્વાસે શ્રમ જ "વ્યોમ" લેખ લખે છે;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર