સવારે મારી વાત નીકળી અહીંથી,
ગઈ તે બપોરે ગામે ગામે ફરવા,
સાચાં ખોટાં માણસો વચ્ચે ટીપાંતી,
પહોંચી તે સાંજે ઘરે મારી પાસે,
સાભળીને બની એક મોટી અફવા,
રાત્રે દુઃખનાં સાગરમા હું વહી ગયો,
સમજણ હતી જ્ઞાન અને સાચાની,
જાતે તરીને આવ્યો બહાર બીજી સવારે..
મનોજ નાવડીયા