સુખ કે દુઃખ હોય પ્રભુ મારે, હરિવર રહેજો હારેહારે.
જીવન જીવવું ઈશના પનારે, હરિવર રહેજો હારેહારે.
જિંદગીની ઘટમાળમાં આફતો અવારનવાર પડકારે,
રહેવું ઈશ્વર તવ નામોચ્ચારે, હરિવર રહેજો હારેહારે.
મદ સુખનો ના આવે કદીને, દુઃખ સહજ મન સ્વીકારે,
જીવવું મારે સ્વમાન સહારે, હરિવર રહેજો હારેહારે.
ના ભૂલાય સ્મરણ તારું સાકેતવાસી સર્વસ્વ તું મારે,
વસજો પ્રત્યેક મનના વિચારે, હરિવર રહેજો હારેહારે.
હમસફર બને હરિવર એથી રૂડું બીજું ન હો અમારે,
શું કહેવું અંતરયામી વારેવારે? હરિવર રહેજો હારેહારે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.