" બીજું તો શું થઈ શકે? "
જો રૂઠી ઊઠે કિસ્મત, બીજું તો શું થઈ શકે?
સાફ રાખીએ નિયત, બીજું તો શું થઈ શકે?
છંદ, અલંકાર વગર બસ રદીફ ને કાફિયા સાથે,
ગઝલની કરી રજૂઆત, બીજું તો શું થઈ શકે?
ગમે છે એજ મળે કે ના મળે, શું ફરક પડવાનો?
દિલમાં રાખવી ચાહત, બીજું તો શું થઈ શકે?
ભાગ્યના સહારે બેસી રહેવું પણ ઠીક તો નથી,
ખંતથી કરવી મહેનત, બીજું તો શું થઈ શકે?
ઈચ્છા ઊંચી ઉડાનની પીંજરના પંખીને "વ્યોમ"
રાખી પાંખોને સલામત, બીજું તો શું થઈ શકે?
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર