સલાડની જેમ ગોઠવાઈ જવું,
ને બધાની નજરમાં આવી જવું.
અલગ અલગ સ્વાદ હોય છતાં,
સૌ સાથે મળીને એક થઈ જવું.
થોડું તીખું થોડું ખાટુ થોડું ખારું,
ને છતાં પણ બધાને ગમી જવું.
વિવિધ રંગોમા શોભીને તેનું,
અલગ અલગ રીતે ભળી જવું.
કચુંબરનું કરિશ્મા છે જાણીતો,
ભોજનમાં પ્રથમ આરોગી જવું
સૌ સાથે દિલથી રહીને જીવવું,
સલાડ જેવું જીવન જીવી જવું.
બિંદિયા
19 /12 /22