જતું કરો અને ભૂલી જાવ ની સલાહો આપવી બહુ સહેલી છે. જ્યારે પોતાનાં પર આવે ને ત્યારે ખબર પડે. ટાઢ કેટલી વાય એ તો જેની ગોદળી જાય એને જ સમજાય.! મન મોટું રાખો ની સુફિયાણી સલાહ આપવાવાળા જ્યારે પોતાનાં પર આવે ત્યારે તો એમનાં અંદર નો પુષ્પા બહાર આવી જાય, "મેં ઝુકેગા નહીં સાલા" ! એટલે અન્યાય સહન કરવાનો આવે, પક્ષપાત સહન કરવાનો આવે ત્યારે તો જે દુઃખ થાય, એ તો થાય થાય ને થાય જ.! પછી એ કોઈપણ વ્યક્તિ હોય. હા તમાચો મારીને ગાલ લાલ રાખવો હોય, તો એ જુદી વાત છે.!