શબ્દમાં સૂર મેળવી શારદાની સ્તુતિ કરી.
ધબકતું ઉર મેળવી શારદાની સ્તુતિ કરી.
રાગ અનુરાગના સમન્વયે સાધના બની,
હૈયાનું હેત ભેળવી શારદાની સ્તુતિ કરી.
ભક્તિભાવે પ્રગટ્યું પૂર પ્રેમનું કેટકેટલુંને,
યાચનાઓને દૂર કરી શારદાની સ્તુતિ કરી.
પ્રભાતના પહોરમાં પ્રાબલ્ય પ્રગટી રહ્યું,
સુમતિસહજ પામી શારદાની સ્તુતિ કરી.
અનુસંધાન વીણાવાદિનીનું બળવત્તરને,
ભાવના ભંડારો ભરી શારદાની સ્તુતિ કરી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.