કરવો છે હવે આરામ
કોઈ મને રોકો નહી.
પતી ગયા હવે કામ તમામ,
કોઈ મને ટોકો નહી.
ભલે રહે કદાચ કોઈ અધુરા,
કામ કોઈ મને ટોકો નહી.
જીદંગીનો આ પણ છે એક મુકામ,
કોઈ હવે રોકો નહી.
રોકાયા , ટોકાયા ઘણા મનગમતા ગુમાવ્યા
બસ, હવે મુકવુ છે પૂણૅવિરામ
કોઈ હવે રોકો નહી.
આ પૂણૅવિરામ છે લાગણીઓનો વિરામ
લાગણીના તાર છંછેડી ,
કોઈ હવે મને ટોકો નહી...