The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મારી જિંદગી પર તમારી એવી અસર છે, દુનિયા માટે તમે એક વ્યક્તિ છો, મારા માટે આખી દુનિયા તમે છો !! જયારે તમને કોઈ ગમે ને, ત્યારે તમને બધું જ ગમવા લાગે !! મારું-તમારું આપણું બની જાય, તેનું નામ પ્રેમ. !! દરેક સંબંધને કોઈ નામ આપવાની જરૂર જ નથી હોતી, કેટલાક સંબંધને માત્ર દિલથી માન આપવાની જરૂર હોય છે !! ભલે ના સમજે કોઈ તારી ને મારી વેદના, ચાલ ને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના !! કાચી લાગણીથી બંધાયેલો સંબંધ, હંમેશા દિલ પર પાક્કો રંગ છોડતો જાય છે !! પ્રેમ એટલે બે દિલ એક આત્મા, અને બંન્ને એકબીજા માટે પરમાત્મા !!
દિલથી જીવતા રહીશું આપણે એકબીજાના સાથમાં, તું મારી યાદમાં અને હું તારા ધબકારામાં !!
હદના દાયરામાં રહેતા શીખી ગયા એ, જ્યારથી અમને બેહદ ચાહતા શીખી ગયા !! કોઈ સાથે દિલ લાગે એ પ્રેમ નથી, પણ જેના વગર ક્યાંય દિલ ના લાગે એ પ્રેમ છે !! હું સૂર ઢોળું ને એ વીણી લે તો ગીત કહેવાય, હું શ્વાસ છોડું ને એ ઝીલી લે તો પ્રીત કહેવાય. આ જિંદગી ચાલી તો રહી હતી, પણ મેં તારા આવ્યા પછી જીવવાનું ચાલું કર્યું !! આ પ્રેમનું ગણિત છે સાહેબ, અહીં બે માંથી એક જાય તો કંઈ નથી વધતું !! જે કહી દીધું એ શબ્દો હતા જે ન કહી શક્યો એ લાગણી હતી, જે કહેવું છે છતાં પણ નથી કહી શકતો એ પ્રેમ છે !! હું જાન બચાવીને રાખું છું એક જાન માટે, ખબર જ ના પડી ક્યારે આટલો પ્રેમ થઈ ગયો, એક અંજાન માટે. !!! તારો છે સંગાથ તો બધું વ્હાલું લાગે છે, તારા વગર મારાં શબ્દો ને પણ એકલવાયું લાગે છે !! તારી સાથે હોવ તો શબ્દો નથી મળતા, અને એકલો હોવ તો કાગળ નથી વધતા !!
2025ની ડાયરીનું છેલ્લું અને શ્રેષ્ઠ પાનું... 2025ના આ અંતિમ પડાવ પર ઊભા રહીને જયારે પાછું વળીને જોઈએ છીએ, ત્યારે સમજાય છે કે જીવન એક વહેતી નદી જેવું છે...જેમાં કેટલાક વહાલા સંબંધો કિનારે છૂટી ગયા, તો કેટલાક અજાણ્યા ચહેરાઓ હૃદયના ધબકાર બની ગયા. ક્યારેક ખાલી ખિસ્સાએ રાતની ઊંઘ છીનવી લીધી હશે, તો ક્યારેક નાની સફળતાએ આખા પરિવારના ચહેરા પર સ્મિત રેલાવ્યું હશે. પણ યાદ રાખજો, જે દૂખી દિવસોએ તમને રડાવ્યા છે, એ જ દિવસોએ તમને લોખંડ જેવા મજબૂત પણ બનાવ્યા છે... વર્ષ કહ બદલાય એ તો કુદરતનો નિયમ છે, પણ જ્યારે માણસ અંદરથી બદલાય અને નવી શરૂઆત કરવાની હિંમત કરે ત્યારે ઈતિહારા રચાય છે. જે ખોયું એને કુદરતની મરજી માનીને સ્વીકારી લો અને જે બાકી છે એને જીતવાની નવી જીદ સાથે 2026ના આંગણે ડગલું માંડો. દુનિયાની કોઈ પણ ખરાબ પરિસ્થિતિ કાયમી નથી. બસ તમારી અંદરનો સૂરજ ઉગતો રાખજો, કારણ કે તમારા નસીબના સોનેરી પાના લખાવવાના હજી બાકી છે....
પ્રેમ એટલે પહેલી મુલાકાતથી લઈને, પાનેતરમાં જોવા સુધીની સફર !! કહેવું તો ઘણું છે તને, બસ તારા પૂછવાની રાહ છે !! અર્થ નથી સમજતી હું પ્રેમનો, એટલે જ આશિક થઈ છું હું એમના !! પહેલો પ્રેમ સાચે જ બહુ યાદગાર હોય છે, ના તો એ મળે છે કે ના તો એ ભૂલાય છે !! હું પણ શોધમાં છું જે માત્ર મારું હોય, કોઈક એવું જે બીજા કોઈનું ના હોય. જ્યાં પ્રેમ હોય છે, ત્યાં નારાજગી હોઈ શકે છે પણ નફરત ક્યારેય નહીં !! જયારે બે તૂટેલા હ્રદય ભેગા થાય, ત્યારે એક વફાદાર Love Story ચાલુ થાય !! સ્વમાન કહે છે છોડી દે એમને, પ્રેમ કહે છે એમની પર બધું કુરબાન !! હસવાથી શરૂઆત થાય અને રડવાથી ખતમ, બસ આ જ એક જુર્મને લોકો મોહબ્બત કહે છે !! તું ચાહે ગમે એટલા રસ્તા બદલી લે, મારી મંઝિલ તું છે અને બસ તું જ રહેશે !! જે હાર્ટમાં હોય એ જ હર્ટ કરે, બાકી બીજાથી શું ફરક પડે !!
આજે રોઝ ડે નિમિત્તે .... આ ગુલાબની પાંખડીઓ જેવા ..... તારા ને મારા ... સબંધો ના પડ...... દોસ્તી, પ્રેમ અને લાગણીઓ ના થર ..... રહે સદા ... અમર .. અજર .... સુકાઈને પણ મળી આવે ..... પુસ્તકોના .. દરેક પાના પર ..... હેપ્પી Rose Day🌹🌹🌹🌹
ધાર કે મારે સ્મૃતિઓની ક્ષણો વહેંચવી હોય તો, કંઈ કેટલીયે અખૂટ એવી વાતો વહેંચવી હોય તો. જૂનું ઘરને એની ગલીયોમાં મારેલા કેટલાય આંટા, એ મિત્રો સાથે ઘરઘત્તા, સંતાકૂકડી ને કુદેલા દોરડાં. સાથે રમતાં, પડતાં, આખડતાં મોટાં થવાની મજા, મુગ્ધાવસ્થામાં ગમી ગયેલું કોઈ અજાણ્યું જણ. ને પછી એના પગલે પગલે સુંદર થયેલું આખું જગ, એ પોતાનાં સુંદર હોવા વિશે થયેલી પ્રથમ જાણ. ને પછી ધીરે ધીરે ઠરેલ થઈ સમજવા મથતી હું, આમ કંઈ કેટલીયે વાતો અંકાયેલી સ્મૃતિ પટ પર. એ ક્ષણો વહેંચીને જાણે ફરી એ સમયમાં જતી હું.
શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ પર મને રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ
અત્યારે જ્યાં જુઓ ત્યાં અવનવા ડે નો ક્રેઝ વ્યાપ્યો છે મને સવાલ એક જ થાય કે પ્રેમ નો તો કોઈ દીવસ થોડો હોતો હશે સાહેબ પ્રેમ તો એકવાર જેની સાથે થઈ ગયો એ થયો પછી કદાચ એનાથી અતિસુંદર પાત્ર પણ દિલના દરવાજે દસ્તક દે તોય દિલ માં જગ્યા તો દૂર બારણું પણ ન ખુલે પેટ ભરાય ગયા છતાં જો તમને બીજા ની થાળી પર નજર પડે તો ભૂલ તમારામાં હોય પીરસનાર માં નહિ અરે આજના જનરેશને તો પ્રેમ ને વાસના ને એક લાઈનમાં મૂકી દીધા પ્રેમ જેને કરો એને જેવા છે એવા જ અપનાવી શકવા ની ત્યારી હોય તો જ કરો પ્રેમ કરવો થઈ જવો અપનાવવો પસંદ આવવો ખૂબ સહેલો છે અઘરો તો ત્યારે પડે જ્યારે વારો નિભાવાનો આવે સારા સારા પાછા પડી જાય ટૂંકમાં એટલું જ કહેવું છે પ્રેમ ના કોઈ દિવસ ન હોય મિત્રો સાચા પ્રેમ માટે તો આખું જીવન ઓછું પડે...😊👍🏻
આજ જન્મદિન તારો બેટા😘, ને એના પર ઉત્સાહ મારો.. બધો સ્નેહ તારો દીકરા, પણ એમાં છુપાયેલો ભાવ મારો.. જોઈ સ્મિત તારા ચહેરે, ઊગતો હર દિ સુરજ મારો.. ગુંજતો સદાય તારા બાળપણ નો કિલકાર.... દિલથી નીકળતા આશિષ સદાય હર ધબકારે ... તને આજ દુનિયાની ક્ષણભગુંર વસ્તુ શું આપું બેટા? જ્યાં અમારા માટે તારા થી અનમોલ કંઈ જ નથી.. પરિવાર ના દરેક સ્નેહીજનો ના આશીર્વાદ વરસતા રહે તારા પર... ને રહે ખુશીઓ નો ખજાનો હરપલ સંગ તારા.. માં ઉમિયા ને પ્રાર્થના...🙏🏻 કે માં ઉમિયા ની કૃપા ને આશીર્વાદ હંમેશા મારા લાડલા પર વરસતા રહે....❤🌹❤
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser