સાહિત્ય ની શક્તિ ઈશ્વર તુલ્ય હોય તેની ઉપર મને પારાવાર વિશ્વાસ છે. ભલે અતિશયોક્તિ લાગે, પરંતુ
બ્રહ્માંડમાં જે કાંઈ વિલસી રહ્યું છે તેને ઈશ્વરીય શક્તિ માનવામાં આવે છે. જે બ્રહ્માંડમાં છે તે જ સાહિત્યકારો ની વાણી માં ગૂંથાયેલુ છે. અને સાંભળો જે બ્રહ્માંડમાં નથી એવું સાહિત્યકારોની વાણીમાં આવે છે! દા.ત. શશશૃંગ સૃષ્ટિમાં નથી પણ સાહિત્યકારોની સૃષ્ટિમાં છે! આકાશ પુષ્પ કોઈએ જોયું? પણ સાહિત્યકારોની તે સૃષ્ટિ છે! આમ સાહિત્યકારો આકાશમાં પાતાળમાં વળી પૃથ્વી પર ગંગધારા જુએ એ સાહિત્યકાર! સૃષ્ટિમાં એકજ ગંગા છે - હિમાલયની ગંગોત્રીમાંથી પ્રસવી ગંગા સાગરમાં ભળી જાય છે.
"પ્રકૃતિ પુરુષ નું આકાશ" મારી નવલકથામાંથી.