Gujarati Quote in Poem by G....

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

-- ભીતર ભીનાં

મન વિના માળવે જઈને હું શું કરૂ?
જળ વિનાનાં રણમાં ભટકી શું કરું?
આકાશમાં છે લાખો તારા તેમ છતાં,
મારો તારો મને જડે નહિ તો શું કરું?

છે જિંદગી સુંદર પણ રાહ કઠિન ઘણી!
સફર જીવનની ખેડવા જોઈએ સહચરી,
હોય પ્રેમાળ સાથ ને એનું હૈયું હેતાળ!
સાથ જીવનસાથીનો રહે સતત જીવનભર!

લાખો મળે શેરી અને તાળી મિત્રો પણ અનેક,
સુખ દુઃખનો સંગી હોય વિરલ કોઈક એક,
હોય દિલદાર, દિલોજાન બસ એક હમસફર!
પણ દિલ વિનાં લાખો મળે એનું હું શું કરું?

લાગણીઓ છલકાવી શકે ઘણી બધી બહાર,
સાવ કોરું ધાકોર ને જડ હોય એનું ભીતર!
ચઢાવી જાણે મહોરું અનોખું ચહેરો છુપાવીને!
પ્રીત વિના જતાવ્યાં કરે પ્રેમ એનું હું શું કરું?

Gujarati Poem by G.... : 111862347
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now