વસંત પંચમી માં સરસ્વતી નો તહેવાર..
કલમ અને પુસ્તક પૂજન નો મહિમા..
કલમ પૂજન શરૂ કર્યું ત્યાં કલમ બોલી..હા...શ... ઘણાં વખતે મારી યાદ આવી ..બાકી લેપટોપ નાં સથવારે તું અમને ભૂલી જ ગયો હતો..
કાગળ કહે હું શું બોલું...આ આપણને યાદ કરે છે એટલું જ બસ છે..બાકી લક્ષ્મી થકી વિદ્યા વ્યવસાયે એટલી નવીનતા આવી છે કે અમે તો ભુલાઈ જ ગયા છીએ, અને સરકાર પણ પેપર બચાવ ની ઝુંબેશ જોર શોરથી કરે જ છે..
માં સરસ્વતી એ કહ્યું..કલમ, કાગળ..તમારું સ્થાન કોઈ નહિ લઈ શકે, ભલે જમાનો બદલાય પણ ભારતીય પરંપરા એના સંસ્કાર એ જ રહેશે..લક્ષ્મી નું વર્ચસ્વ ભલે રહ્યું પણ સરસ્વતી વિના એ પણ અધૂરા છે. તમારું માં ઘટયું નથી વધ્યું છે. આજેય વસંપંચમીના મારું તમારું પૂજન એની સાબિતી છે.
મે કહ્યું માતા...તમારા થકી જ અમે છીએ, વિદ્યા શીખવા અમે કાગળ અને કલમ નો જ ઉપયોગ કર્યો છે, લેપટોપ વાપરનારા કલમ વિના અધૂરા જ છે. માન્યું કે સરકાર જંગલ બચાવવા કાગળ બચાવ ઝુંબેશ ચલાવે છે..તો હવે એવા કાગળ વપરાય છે જેનો ફરી ઉપયોગ થી શકે છે. માટે હે કાગળ,કલમ આપ નિશ્ચિંત રહો.. જ્યાં સુધી વસુંધરા છે ત્યાં સુધી..કાગળ કલમ રહેશે જ એને કાગળ કલમ હશે તો માં સરસ્વતી રહેવાનાં જ. અને માં સરસ્વતી જ્યાં હોય ત્યાં દેવી લક્ષ્મી પણ હાજરા હજુર હશે જ.
માટે પ્રેમ થી કરો
વસંત પંચમી નાં વધામણાં.
અને આનંદે ઉજવો વસંત પંચમી.
અશોક ઉપાઘ્યાય.
26/01/23