છુપાવી પાપ મનમાં રોજ માળા ફેરવી લો છો,
તમે તો દ્વારે ચોકીદાર રાખી ઘરમાં ઠગ રાખો.
એ મગનું નામ મરી કરવાની તૈયારીમાં છે ત્યારે,
બધા આવીને કહે છે કે મરીનું નામ મગ રાખો.
જરૂરી છે કે આ ભરચક જગતમાં જીવવા માટે,
અમુક ગમતાં સ્મરણને લઈને એક પોતાનું જગ રાખો.
- કિરણસિંહ ચૌહાણ