કશું જ શાશ્ર્વત નથી ...આ દરેક વસ્તુ નાશવંત છે પણ પ્રેમ, લાગણી સ્વભાવ આ વ્યક્તિના સારા પાસાં ઓ એ તમારા ગયા પછી પણ આ જગમાં રહેશે....હંમેશા માટે...સદાય લોકો તેને યાદ કરશે.
માત્ર વ્યક્તિનું જ મૃત્યુ થાય છે એટલે કે દેહ જ મૃત્યુ પામે છે પણ વ્યક્તિનું વ્યક્તિત્વ એ યાદો સ્વરૂપે વર્ષોના વહાણ વીતી જાય છતાં અકબંધ રહે છે ... બિંદુ
તમે કોઈને આપેલી ભેટ નાશ પામે છે પણ તમે કોઈને જરૂર પડ્યે આપેલો સમય ,પ્રેમ એ આજીવન યાદ રહેશે... દરેક ઉંમરે વ્યક્તિના વ્યક્તિત્વમાં બદલાવ આવે છે પણ વ્યક્તિના સ્વભાવમાં પરિવર્તન એ મળેલા સામાજિક વાતાવરણ પણ આધારિત રહે છે. ટૂંકમાં તમે જેવા વાતાવરણમાં ઉછરતા હશો તેની તમારા વ્યક્તિત્વ પર થયેલી અસર રહેશે માટે તમારા વ્યક્તિત્વને ઉજ્જવળ બનાવવા માટે હંમેશા સારા વાતાવરણમાં રહેવાનો આગ્રહ રાખો ઘણી વખત આપણે એક વ્યક્તિને જોઈને જ તેના વ્યક્તિત્વ વિશે માપી લઈએ છીએ પણ તેની સાથે સાથે તેના પરિવાર અને મિત્રોની અસર પણ તેના વ્યક્તિત્વ પર એટલી ઊંડી અસર કરે છે માટે આપણે આપણા દેહની ચિંતા તો કરીએ છીએ પણ આપણે આપણા મનની પણ ચિંતા કરવાની છે શરીરને શુદ્ધ કરીએ છીએ તો મનને પણ પવિત્ર રાખવું અનિવાર્ય છે જો મન સુંદર હશે ને તો શરીર આપોઆપ સુંદર લાગશે
કારણકે શરીરમાં વૃદ્ધિના પ્રમાણમાં બદલાવ આવતા વૃદ્ધત્વ આવશે પણ મન જો પવિત્ર વિચારોથી ભરપૂર રહેતું હશે તો તને બીજા માટે એક સારા વ્યક્તિત્વ નું રૂપ ધારણ કરી શકશો શ્રીરામકૃષ્ણ પરમહંસ શ્રી સ્વામી વિવેકાનંદ શ્રી અરવિંદ શ્રી જે કૃષ્ણમૂર્તિ કે જે આપણી સાથે છે જ નહીં છતાં પણ તેના વિચારો સદાય આપણને જીવન જીવવાની પ્રેરણાઓ આપે છે.જય દ્વારકાધીશ 🙏🏻
૧૩/૦૯/૨૨