આપણે જેને પ્રેમ કરીએ છીએ. જેને આપણે આપણું દિલ સદાય માટે આપી દીધું હોય છે. આપડું સર્વસ્વ સોંપી દીધું હોય છે. અને એજ વ્યક્તિ આપડી ઈજ્જત ન જાળવે, આપડું માન સમ્માન ન જાળવે, આપણને ન બોલવાના શબ્દો બોલે. છતાંય એવા વ્યક્તિને જ આપડે ચાહતા રહેવું. એ આપડી પોતાની જ સૌથી મોટી મુર્ખામી છે. એ આપડી પોતાની જ ભૂલ છે. આપડે જાતે કરીને આવા વ્યક્તિની પાછળ આપડી જિંદગી બરબાદ કરતા હોઈએ છીએ. કેમ કે, આવા વ્યક્તિનાં દિલમાં કદીય પ્રેમ હોતો જ નથી. આવા લોકો માત્ર હવસનાં જ ભૂખ્યા હોય છે. આવા લોકોને છોડી દેવામાં જ ભલાઈ છે. નહિ તો એકદિવસ એવો આવશે કે, આપડી પાસે પસ્તાવા સિવાય કંઈ જ નહિ બચે.
- મનીષ ચુડાસમા
"સ્નેહનું પવિત્ર ઝરણું"