Gujarati Quote in Motivational by મહેશ ઠાકર

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રખોપા રાજબાઈ ના

કાઠિયાવાડ નો છેલ્લો બહારવટીઓ ભુપત જે પોલીસ ના હાથ માં ન આવ્યો અને રણ પાર કરી પાકિસ્તાન જતો રહયો....એ સમય પાકિસ્તાન જતા વાગડ માંથી પસાર થયો અને મોતીગઢ ડુંગર માં પડાવ નાખ્યો હતો...પોતાની પાસે જે કંઈ હતુ તે ખર્ચ થઈ ચુકેલુ અને એના સાથીઓ ભરપેટ ભોજન કરી શકે એટલુ પણ નહોતુ વધ્યુ ત્યારે...ભીમાસર ભાંગવાનો વિચાર કરયો...પોતાના સાથી ને મોકલી ને ભીમાસર ગામ માં થી શ્રીફળ મંગાવવા માં આવ્યુ અને મોતીગઢ ડુંગર ઉપર આઈ રાજબાઈ ની જયા સ્થાપના હતી ત્યા વધેરયુ...તે શ્રીફળ ખોરુ ( બગડેલ) નિકળ્યુ....ફરીવાર શ્રીફળ મંગાવવા માં આવ્યુ....ભુપત નો સાથી ભીમાસર આવી વિચાર કર્યો આમ વારંવાર કેટલી વખત આવવુ એટલે એણે પચાસેક શ્રીફળ ઉપાડયા...અને મોતીગઢ આવ્યો એક પછી એક પસાસેક શ્રીફળ વધેરી બધા ખોરા( બગડેલ) નિકળયા....ભુપત નિરાશ થઈ ગયો બપોર નુ ભોજન લઈ બધા બહારવટીયા આરામ કરતા હોય છે...ત્યારે આઈ ભુપત ને સપને આવી અને કહે છે...
*ભુપત અમારી સોનબાઈ એક વખત બોલી દે એટલે અમારે પાળવુ જ રહયુ એટલે તને અહી થી જીવતો જવા દઉ છુ બાકી મારા ભિમાસર સામે નજર કરે એને જો પાડો પિવુ એમ ન પી જઉ તો હુ રાજબાઈ નઈ*

ભુપત બીજા દિવસ ની સવારે જ ત્યા થી રવાના થઈ ગયો અને બપોર ના સમય એ દેશલપર જઈ દેશલપર ભાંગયુ...

આમ જગંદબા મોતીગઢ વાળી માં રાજબાઈ એ કેટલી વખત ભીમાસર ગામ ની રક્ષા કરી છે...
અને આજ પણ મોતીગઢ ડુંગર ઉપર આઈ રાજબાઈ ભિમાસર ની રક્ષા કરી ને બેઠી છે....

આજ પણ ભીમાસર ગામ મહિના ની દર આઠમ ના પાંખી(બંધ) પાળે છે અને આઠમ ના દિવસે બહોળી સંખ્યા માં માણસો આઈ ના દર્શને આવે છે....

ભીમા તારુ ભીમાસર ખડેડી ખંડેર થાત...માથે ન હોત માત એણે રાખવા વાળી રાજબાઈ

Gujarati Motivational by મહેશ ઠાકર : 111835122
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now